પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિને સાર્થક કરતી કોઠારા પોલીસ,પશ્ચિમ કચ્છ ભુજ

મે.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, શુજ તથા મે. શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી બી.બી.ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગનાઓ દ્વારા ગુમ થનારને શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે સુચના અનુસંધાને (/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. ઝાલા સાહેબ કોઠારા પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ગુમ થનાર નિખિલ સ/ઓ સુરેશ ગુપ્તા ઉ.વ.૨૦ હાલે રહે રૂમ નં.૫૧૭ એલ.બી. ટેક્ષની કોલોની, કેરાળા જી.આઈ.ડી.સી. તા-બાવળા જી.અમદાવાદ મુળ કાનપુર ઉતરપ્રદેશ નાઓને શોધીને તેના પરિવારજનો સુધી પહોંચાડી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિને સાર્થક કરતી કોઠારા પોલીસ.

આ કામે ગમ નિખિલ સ/ઓ સુરેશ ગુપ્તા ઉ.વ.૨૦ હાલે રહે. રૂમ નં.૫૧૭ એલ.બી ટેકાની કોલોની, કેરાળા જી.આઈ.ડી.સી. તા.બાવળા જી.અમદાવાદ મુળ કાનપુર ઉતરપ્રદેશ શોધીને સરાહનીય કામગીરી કરેલ. આ ઉપર કામની હકીકત એવી છે કે, ગુમથનાર નિખિલ અમદાવાદ થી કોઇ ને જાણ કર્યા વિના ત્યાથી નિકળી ગયેલ બાદ પેટ્રોલિંગ દરમ્યાન ગઢવાળા વાડી વિસ્તાર માથી ફોન આવેલ કે કોઇ અજાણ્યો ઇસમ તેના વાડિએ આટા મારતો હોઇ જેથી સ્થળ ઉપર પોહચી આ વ્યક્તિ ને પુછપરછ કરતા જણાવેલ કે પોતે કાનપુર ઉતરપ્રદેશ નો છે અને તે ભુલથી અહી આવી ગયેલ છે. અને તેનો ભાઈ અમદાવાદ ખાતે નોકરી કરે છે જેથી તેના ભાઈનો મોબાઇલ નંબર મેળવી પુછપરછ કરતા જણાવેલ કે આ મારો સગો ભાઇ થાય છે અને તે આજથી બે મહીના પહેલા અમદાવાદ થી ગુમ થયેલ છે. અને અમો કેરાળા પોલીસ સ્ટેશન તા.બાવળા જી. અમદાવાદ ખાતે ગુમ નોંધ નોંધાવેલ છે જેથી કેરાળા પોલિસ સ્ટેશનનો સમ્પર્ક કરતા જણાવેલ કે ઉપર નામ વાળો વ્યક્તીની અંગે પોસ્ટે મા જાજોગ ન ૨૭/૨૦૨૫ સ્ટે.નં. ૦૮/૨૦૨૫ ૪.૧૭/૦૦ તા ૨૫/૦૬/૨૦૨૫ ના ગુમનોંધ દાખલ છે .જેથી આજરોજ તેઓના મોટા ભાઇ અંશુ મ/ઓ સુરેશભાઇ ગુપ્તા તેમજ કેરાળા પોલિસ નો સમ્પક કરી ને તેને ગુમથનાર નો કબ્જો સોપેલ

કામગીરી કરનાર અધીકારી કર્મચારી: ઉપરોક્ત કામગીરીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી વી.એમ.ઝાલા સાહેબ, એ.એસ.આઇ સામજીભાઈ કુંભાભાઈ રાઠોડ તથા પો.કોન્સ મહેશભાઈ કાંતીભાઈ, ઝાપડિયા એ રીતેના નાઓ જોડાયેલ હતા