માંડવીના લુડવામાં માનસિક રીતે બીમાર આધેડનું એસિડ ગટગટાવી લેતા મોત

copy image

માંડવી ખાતે આવેલ લુડવામાં માનસિક રીતે બીમાર આધેડનું એસિડ ગટગટાવી લેતા મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના લુડવા ગામમાં રહેનાર 48 વર્ષીય આત્મારામ મહેશ્વરી નામના આધેડ માનસિક રીતે બીમાર હતા. ગત તા. 31/7ના હતભાગી પોતાના ઘરે હતા તે સમયે કોઈ કારણે એસિડ પી લેતાં તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.