પરમાણુ યુદ્ધની ઉલટી ગણતરી શરૂ, શું ભારત રહેશે એક પગલું આગળ?

જ્યારે દેશ પોતાની આઝાદી ઉજવી રહ્યું છે, ત્યારે એક શાંત યુદ્ધ દેશની અંદર ચાલી રહ્યું છે. હથિયારો સાથે નહીં, પરંતુ બુદ્ધિ બળે લડાઈ રહ્યું છે. આ યુદ્ધના અજાણ્યા યોદ્ધાઓને કોઈ નથી ઓળખતું. કારણ કે તેનું કોઈ નામ નથી, ચહેરો નથી, ન તો કોઈ મેડલ છે તેમની પાસે અને ન કોઈ ભવ્ય સન્માન. તેઓ છે ઈન્ટેલિજન્સ ઓફિસર્સ. એવા જાસૂસો, જે એવા યુદ્ધ લડે છે કે જેને આપણે ક્યારેય જોયા નથી, માટે તેમણે આ યુદ્ધ માટે શું કિંમત ચૂકવી છે એ પણ જાણતા નથી.

નેટફ્લિક્સની પ્રેક્ષકો દ્વારા સૌથી વધુ રાહ જોવાતી સિરીઝ ‘સારે જહાં સે અચ્છા’નું આજે પ્રીમિયર થયું. જેમાં R&AW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના એજન્ટ વિષ્ણુ શંકરની કહાની દર્શાવવામાં આવી છે.જે દુશ્મન દેશ પાકિસ્તાનની અંદર એક જોખમી મિશન પર જાય છે. જ્યાં એક ખોટું પગલું લાખો જીવનોને જોખમમાં મૂકી શકે છે. પણ અહીં પ્રશ્ન છે કે શું વિષ્ણુ શંકર સમય પહેલા દુશ્મનને માત આપી શકશે? સિરીઝ વિશે વિગતે વાત કરવા માટે કલાકાર પ્રતીક ગાંધી અને સન્ની હિંદુજા આજે અમદાવાદમાં હાજર રહ્યા હતા.

નેટફ્લિક્સની સસ્પેન્સ થ્રિલર સિરીઝ ‘સારે જહાં સે અચ્છા’ના પ્રમોશન માટે અભિનેતા પ્રતીક ગાંધી અને સન્ની હિંદુજા અમદાવાદની મુલાકાતે આ સિરીઝમાં R&AW એજન્ટ વિષ્ણુ શંકર એક ગુપ્ત પરમાણુ પ્રોગ્રામને સમય પહેલાં રોકવા માટે દુશ્મન દેશ પાકિસ્તાનમાં જાય છે. મિશન એટલું જોખમી છે કે અહીં નિષ્ફળતા એ આખા વિશ્વને જોખમમાં મુકી શકે છે. કારણ કે આ મિશન પર આખા વિશ્વનું ભવિષ્ય જોડાયેલું છે.

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.