પોલીસ કસ્ટડીમાં નાશી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માનકૂવા પોલીસ

માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૫૦૧૩૨૫૦૪૩૫/૨૫ બી.એન.એસ. કલમ-૩૦૯(૪),૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુના કામેના આરોપી ઉમર ઉર્ફે શકીલ સ/ઓ કારા કટીયા ઉ.વ.૨૩ રહે.પાણીના પ્લાન્ટની પાસે, બસ સ્ટેશનની બાજુમાં, ગામ-ખારીરોહર તા-ગાંધીધામ જી.કચ્છ વાળાને આ ગુના કામે અટક કરવામાં આવેલ હોઇ જે આરોપી માનકુવા પોલીસ સ્ટેશન માંથી પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયેલ હતો.

આ આરોપીને પકડી પાડવા માટે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા, ભુજ વિભાગ ભુજનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી. પી.પી.ગોહિલ તથા એલ.સી.બી. પશ્વિમ કચ્છના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી. એચ.આર.જેઠી સાહેબનાઓએ એલ.સી.બી તથા માનકુવા પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી આ નાશી ગયેલ આરોપીની ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રીસોર્સીસથી તપાસમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. મુકેશભાઇ એન.સાધુને બાતમી હકીકત મળેલ કે આ આરોપી ડાકડાઇ ગામની સીમમાં સંતાયેલ છે જે બાતમી આધારે વર્ક આઉટ કરી આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગુન્હાની વિગત-

માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૫૦૧૩૨૫૦૪૩૫/૨૫ બી.એન.એસ. કલમ-૩૦૯(૪),૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫

પકડાયેલ આરોપીઃ-

ઉમર ઉર્ફે શકીલ સ/ઓ કારા કટીયા ઉ.વ.૨૩ રહે.પાણીના પ્લાન્ટની પાસે, બસ સ્ટેશનની બાજુમાં, ગામ-ખારીરોહર તા-ગાંધીધામ જી.કચ્છ

આ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.પી.ગોહિલ તથા એલ.સી.બી. પશ્વિમ કચ્છના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી. એચ.આર.જેઠી તથા માનકુવા પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી.ના કર્મચારીઓ જોડાયેલ હતા.