ઓડૂ કોમ્યુનિટી ડેઝ ઇન્ડિયા 2025 માં પંદર હજાર થી વધુ લોકોએ વ્યવસાયિક સફળતા માટે શીખી નવી યુક્તિઓ


ભારતભરના વ્યવસાયોને ઘણીવાર ડુપ્લિકેટ બિલિંગ, ઇન્વેન્ટરીમાં વિસંગતતા, ચુકવણીમાં વિલંબ અને અપૂર્ણ રિપોર્ટિંગ જેવી સામાન્ય પણ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના ઉકેલ માટે, અગ્રણી ઓપન સોર્સ બિઝનેસ પ્લેટફોર્મ, ઓડૂ ઇન્ડિયાએ 13 અને 14 ઓગસ્ટ, 2025 ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ‘ઓડૂ કોમ્યુનિટી ડેઝ ઇન્ડિયા 2025’નું આયોજન કર્યું હતું. બે દિવસીય મેગા ઇવેન્ટ બિઝનેસ અને ટેકનોલોજીની દુનિયામાં એક નવો સીમાચિહ્નરૂપ સાબિત થઈ, જેમાં દેશભરમાંથી પંદર હજાર થી વધુ સહભાગીઓ લાઈવ હાજરી આપી હતી જ્યારે લગભગ એક લાખ પાંચ હજાર લોકોએ નોંધણી કરાવી હતી.
આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ ઓડૂના ફાઉન્ડર અને સીઈઓ ફેબિયન પિંકાએર્સનું મુખ્ય સંબોધન હતું, જેમાં તેમણે વ્યવસાયને સરળ બનાવવા અંગે પોતાના વિચારો શેર કર્યા. તેમની સાથે ઓડૂ ઈન્ડિયાના ડિરેક્ટર મંતવ્ય ગજ્જર પણ હતા, જેમણે ભારતમાં ઓડૂ સિસ્ટમને મજબૂત બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી.