ચોપડવામાં 19 વર્ષીય શ્રમિક યુવાને ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

ભચાઉ ખાતે આવેલ ચોપડવામાં 19 વર્ષીય શ્રમિક યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના ચોપડવામાં આવેલી રાધાક્રિષ્ના કંપનીની કેન્ટીનમાં આ ઘટના બની હતી. અહીં રહી અને મજૂરીકામ કરનાર મૂળ રાજસ્થાનનો રામલાલ નામના યુવાને ગત રાતના સમયે કેન્ટીનમાં એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ પાછળનું કારણ હજુ પણ સામે આવ્યું નથી. પોલીસે આ મામલે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.