ભુજના રાયધણપરની વાડીમાંથી પાણીની મોટરની ઉઠાંતરી થયાનો મામલો પોલીસ ચોપડે

copy image

ભુજના રાયધણપરની વાડીમાંથી પાણીની મોટરની ઉઠાંતરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, કે આ ચોરી અંગે રાયધણપરના શાંતિલાલ રામજીભાઇ બરાડિયાએ માધાપર પોલીસ ચોકીએ ફરિયાદ નોંધાવેલ છે. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની વાડીમાંથી તા. 9-8ના સાંજથી તા. 10-8ના સવાર સુધી લુબી કંપનીની પાણીની મોટર કિં. રૂા. 15 હજારવાળી કોઇ અજાણ્યા ચોર ઈશમો તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે આરોપી ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.