ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં આધેડ મહિલાએ મોતની છલાંગ લગાવી જીવનનો અંત આણ્યો

copy image

copy image

 ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં 54 વર્ષીય આધેડ મહિલાએ મોતની છલાંગ લગાવી મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના કેમ્પ વિસ્તાર જયેષ્ઠા નગરમાં રહેનાર હતભાગી 54 વર્ષીય ચંદ્રિકાબેન રાજેશ રાઠોડ નામના મહિલા વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી ગયેલ હતા અને    હમીરસર તળાવ નજીક આવી અને તળાવમાં મોતની છલાંગ લગાવીને પોતાના જીવનનો અંત આણ્યો હતો. આ મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.