“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ભરેલ બે ટ્રેક્ટર ઝડપાયા”

“ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ભરેલ બે ટ્રેક્ટર પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા, મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન (૧) ગઢશીશા મઉં ચોકડી પાસે એક ટ્રેક્ટર જેના રજી.નં. GJ08J 7490 વાળુ આવતા તેને ઉભુ રખાવી ચેક કરતા ટ્રેક્ટરમાં રેતી(ખનીજ) આશરે ૩ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક મગલ ઇસ્માઇલ કોલી ઉ.વ. ૨૧ રહે. ગઢશીશા વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ તેમજ (૨) ગઢસીશા કિશાન ચોકડી પાસે એક ટ્રેક્ટર જેના રજી.નં. GJ 12 FA 1029 વાળુ આવતા તેને ઉભુ રખાવી ચેક કરતા ટ્રેક્ટરમાં રેતી(ખનીજ) આશરે ૩ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક જીવાભાઇ મેગાભાઇ રબારી ઉ.વ. ૩૩ રહે. વડવા ભોપા તા.નખત્રાણા વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ બન્ને ટ્રેક્ટર ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.