સુખપર ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માનકુવા પોલીસ


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે. ક્રિચિયન સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં પ્રોહી તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે શ્રી પી.પી.ગોહિલ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ માનકુવા પો.સ્ટે.ના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ વિનોદભાઇ ઠાકોર તથા પો.કોન્સ કિરણકુમાર પુરોહિતનાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે સુખપર ગામે ઘનસ્યામનગર, નવાવાસ, ચોકમાં ગંજી પાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને કુલ રોકડ રકમ રૂ. ૨૧,૩૨૦/- તેમજ મોબાઇલ નં. ૩ કિ.રૂ. ૧૫૦૦૦/- તથા મો.સા. ૧ કિ.રૂ. ૪૦,૦૦૦/- ગંજીપાના નંગ-પર કી. રૂ.૦૦/૦૦ એમ મળી કુલ્લે કી. રૂ. ૭૬,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમો-
(૧) રાજેશ ઉર્ફે રાજેંદ્ર વેલજી ઠક્કર રહે. વાઘડીયા ચોક, જુનાવાસ, સુખપર તા. ભુજ
(૨) મગનભાઇ સામતજી સોલંકી રહે. મેહુલ પાર્ક, મુંદ્રા રોડ, ભુજ તા.ભુજ
(૩) ખેંગારજી હમીરજી પઢીયાર રહે. ધનસ્યામનગર, નવાવાસ, સુખપર તા ભુજ
(૪) મુકુંદ પ્રફુલભાઇ ભાટીયા રહે. ૧૦, વર્ધમાનનગર, જયનગર, ભુજ તા ભુજ
કબ્જે કરેલ મુદામાલ-
- રોકડા રૂપીયા- ૨૧,૩૨૦/-
- મોબાઇલ નં.- ૩ કિ.રૂ. ૧૫૦૦૦/-
મો.સા.- ૧ કિ.રૂ. ૪૦,૦૦૦/-
ગંજી-પાના નં. પર કિ.રૂ.00/00
એમ કુલ કી.રૂ. ૭૬,૩૨૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોસ્ટેના ઈ/ચા પો.ઇન્સ. શ્રી.પી.પી.ગોહિલ સા.ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ બી.રાણા તથા પો.હેડ કોન્સ. અશોકભાઇ ડાભી, વિનોદકુમાર ઠાકોર, અલ્કેશભાઇ કરમટા, સુરેશભાઇ જોશી તથા પો.કોન્સ કિરણકુમાર પુરોહિત તથા જી.આર.ડી. રણજીતસિહ જાડેજા નાઓ જોડાયેલ હતા.