મનફરામાં પાંજરાપોળમાંથી રૂા. 80,000ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

ભચાઉ ખાતે આવેલ મનફરામાં પાંજરાપોળમાંથી રૂા. 80,000ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 7/8 અને 8/8ની રાતના સમયે ભચાઉ તાલુકામાં આવેલ મનફરા ગામમાં આવેલી પાંજરાપોળમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. આ સમય દરમ્યાન તસ્કરો અહી ત્રાટક્યા હતા અને અહીથી 300 ફૂટ વાયર કાપી અને રૂા. 80,000ની આ મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે અજાણ્યા ચોરી ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.