મુંદ્રામાં કંપનીની બસની હડફેટે 60 વર્ષીય વૃદ્ધનું મોત


મુંદ્રામાં કંપનીની બસની હડફેટે 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત ગુરુવારે કરડાઈ કબ્રસ્તાનની નજીક નદીનાકા પાસે બપોરના સમયે આ બનાવ બન્યો હતો. આ સમયે કંપનીની બસના ચાલકે વાહન રિવર્સમાં લેતાં પગપાળા જઈ રહેલા હતભાગીને હડફેટે લીધા હતા. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.