ગાંધીધામમાં માલગાડી હેઠળ આવી જવાથી 43 વર્ષીય આધેડે જીવ ખોયો

copy image

ગાંધીધામના રેલવે સ્ટેશનથી કંડલા બાજુ જતા પાટા પર કોઇ માલગાડી હેઠળ આવી જવાથી 43 વર્ષીય આધેડે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 12/8ના રોજ આ ગોઝારો બનાવ બન્યો હતો. અહી અમલેશ પાસવાન નામનો આધેડ પાટા બાજુ ગયો હતો, જ્યાં કોઇ કારણોસર તેના પરથી કોઇ માલગાડી ફરી વળી હતી, જેનાં કારણે તેના શરીરના બે કટકા થઇ જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગલમી વધુ તપાસ આરંભી છે.