સામખિયાળી-માળિયા વચ્ચે આગળ જતાં વાહનમાં ભટકાતાં ટેમ્પોચાલકનું મોત

copy image

સામખિયાળી-માળિયા વચ્ચે આગળ જતાં વાહનમાં ભટકાતાં ટેમ્પોચાલકનું મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળી-માળિયા વચ્ચે ક્રિષ્ણા મહાવીર ગૌશાળા વાંઢિયા સીમ વિસ્તારમાં બન્યો હતો. માળિયાના બરારમાં રહેનાર હરેશ છાંગા નામનો યુવાન ટેમ્પો ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. તે સમયે વાંઢિયા સીમમાં આગળ જતાં કોઇ વાહનમાં અથડાતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સરવાર દરમ્યાન તેનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.