આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

•             કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છેઃ શ્રી મુકુલ વાસનીક

•             લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ

સામે સૌએ એક થઈને લડવું પડશેઃ શ્રી અમિત ચાવડા

•             દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો

આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશેઃ ડૉ. તુષાર ચૌધરી

                ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા.

                એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે.

                ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને  આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે.

                ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે.

શ્રી સુર્યસિંહ ડાભી-સ્ટેટ સેક્રેટરી આપ, શ્રી ઓમપ્રકાશ તિવારી – અમદાવાદ શહેર પ્રેસીડેન્ટ અને સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી આપ, શ્રી કાન્તીજી ઠાકોર – કલોલ વિધાનસભા ઉમેદવાર -આપ, શ્રી રામભાઈ યાદવ સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, શ્રી રાજેશભાઈ ભટ્ટ- જિલ્લા સેક્રેટરી – ગાંધીનગર, શ્રી નરેન્દ્રસિંહ ડાભી – જિલ્લા સેક્રેટરી, શ્રી નટવરસિંહ ડાભી – વોર્ડ પ્રેસીડેન્ટ, શ્રી પ્રવિણભાઈ સાસલા – અમદાવાદ શહેર સેક્રેટરી, શ્રી અશોકભાઈ યાદવ – અમદાવાદ શહેરના લીગલ ચેરમેન – આપ, સહિત ૫૦૦ થી વધારે કાર્યકર્તા-આગેવાનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે, દિલ્હીથી આવેલા આપના નેતાઓ માત્રને માત્ર જાણે ભાજપના સમર્થનમાં આદેશો આપતા હોય તેવા વારંવાર અનુભવો થતાં હતા. અંતે સત્યનું જ્ઞાન થતાં કોંગ્રેસ એક માત્ર સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને ભાજપના તાનાશાહી શાસનને પડકારી શકવા સક્ષમ છે તથા ભાજપના ભય, ભુખ અને ભ્રષ્ટાચારની નીતિ સામે ટક્કર લઈ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે અને અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું.

રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને એ.આઈ.સી.સી. મંત્રીશ્રી આનંદ ચૌધરી, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સોનલબેન પટેલ, અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી પંકજભાઈ શાહ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીશ્રી નઈમ બેગ મિરઝા, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી અરવિંદસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.