કચ્છ કમલમ્” ભુજ મધ્યે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસે જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદ ના વરદ્ હસ્તે “ધ્વજ વંદન” કરવામાં આવ્યું.

કચ્છ કમલમ્” ભુજ મધ્યે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસે જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદ ના વરદ્ હસ્તે “ધ્વજ વંદન” કરવામાં આવ્યું.
જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ એ ઉપસ્થિત સૌને સ્વતંત્ર પર્વ ની શુભેચ્છાઓ પાઠવી બધા રાષ્ટ્ર પ્રથમ ની ભાવના કેળવવા જણાવ્યું હતું અને આગામી દિવસોમાં દેશના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

જિલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી દિલીપભાઈ શાહ, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી ધવલભાઈ આચાર્ય, જિલ્લા ભાજપ સંગઠન ના પચાણભાઈ સંજોટ, પ્રફુલસિંહ જાડેજા, વિજુબેન રબારી, શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠકકર, નગરપાલિકા અધ્યક્ષ રશ્મિબેન સોલંકી નગરપાલિકા ના હોદેદારો, કાઉન્સિલરો, તેમજ પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હોવાનું જિલ્લા ભાજપના મીડિયા સહ ઇન્ચાર્જ ચેતન કતીરા ની યાદી માં જણાવ્યું હતું