આસારામના અનુયાયીઓની મીડિયા સાથે ગેરવર્તુણક, આસારામને મેડિકલ તપાસ માટે અમદાવાદ સિવિલમાં લવાયા હતા.

અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આસારામ બાપુને મેડિકલ તપાસ માટે લવાયા હતા. જ્યાં આસારામ બાપુના અનુયાયીઓએ મીડિયા સાથે ગેરવર્તન કરવાનું ચાલું કર્યું હતું. આસારામને ટ્રોમાં સેન્ટર લઈ જતી વખતે અનુયાયીઓએ મીડિયા કર્મચારીઓને ધક્કા માર્યા હતા. આસારામનું કવરેજ ના થઈ શકે તે માટે અનુયાયીઓએ મીડિયા કર્મીઓને ધક્કા માર્યા હતા.

અસારવા સિવિલ હોસ્પિટલમાં પર્સનલ સિક્યુરિટી સાથે VVIP સુવિધાઓ સાથે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે દાખલ કરતી વખતે નવી વ્હીલચેર સાથે સાથે પલંગ પર નવી ચાદર બિછાવવામાં આવી હતી. તેમની vvip ટિટમેન્ટ માટે હોસ્પિટલના સ્ટાફને બે કલાક ગેટ પાસે ઉભો રાખવામાં આવ્યો હતો. આમાં સામાન્ય દર્દીઓ હોસ્પિટલમાં ધક્કે ચઢ્યા હતા, જ્યારે દુષ્કર્મના આરોપીને VVIP સુવિધા સગવડો આપવામાં આવી રહી હતી. તેના માટે એક જ જગ્યાએ તમામ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. અને બહાર તેમના સાધકોએ સિવિલ હોસ્પિટલ ને માથે લીધી. સાધકોએ પત્રકારોને નિશાન બનાવી ધક્કામુક્કી કરી હતી. આસારામના સાધકોએ લોકો સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હતો.

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.