રાપરના ચિત્રોડ નજીક નવ પત્તાપ્રેમીઓ ઝડપાયા

copy image

રાપર ખાતે આવેલ ચિત્રોડ નજીક જુગાર રમતા નવ જુગારીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચિત્રોડ નજીક માયાબી વાંઢમાં અમુક ઈસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. ઉપરાંત પોલીસે રેડ કરતા આરોપી શખ્સો હાજર મળી આવ્યા હતા. હાજર મળી આવેલ શખ્સોની રોકડ રૂ;13,690 તથા છ ફોન સહીત ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી આદરી છે.