મુન્દ્રામાં 31 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

મુન્દ્રામાં 31 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ ધોલપુર રાજસ્થાનની હાલ મુન્દ્રાના કલાપૂર્ણનગરમાં રહેતી 31 વર્ષીય ગીતા હરિઓમસિંગ ગુજ્જર પોતાના ઘરે હાજર હતી તે સમય દરમ્યાન કોઈ કારણોસર લોખંડના એંગ્લમાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના અંગે હતભાગીના પતિએ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી આદરી છે.