મુન્દ્રાના બારોઇમાં આધેડે કર્યો આપઘાત

copy image

copy image

મુન્દ્રા ખાતે આવેલ બારોઇમાં આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા; 18/8 રાત્રીના 3 વાગ્યાના અરસામાં બારોઈ રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિરની પાછળ રહેતા 45 વર્ષીય પ્રતાપભાઈ ધેડા પોતાના ઘરે હાજર હતા. તે સમય દરમ્યાન મેલડી માતાજીનાં મંદિરમાં જઈ મૂર્તિની બાજુમાં છતના એંગ્લના હૂકમાં ચુંદડી વડે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.