લખપત તાલુકાની હાલત – વિકાસ vs વાસ્તવિકતા

લખપત તાલુકામાં મોટા મોટા ઉદ્યોગો ધમધમતા હોય છે, સરકારને રોજ લાખો-કરોડો રૂપિયાની આવક થાય છે. છતાં આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો અવગણાઈ રહી છે.

✅ આરોગ્યની હાલત

માતાનામઢ, ગડુલી, બરંડા જેવા PHC (Primary Health Centre) ડૉક્ટર વિના ચાલી રહ્યા છે.

સરકાર વારંવાર ડૉક્ટર બદલી નાખે છે, પરંતુ નવા ડૉક્ટર આવ્યા વગર જુના બદલી દેવાની પ્રથા દર્દીઓની મુશ્કેલી વધારે છે.

પ્રશ્ન એ છે કે— અહીં બીમાર નહીં પડે એની ગેરંટી કોણ લેશે?

✅ શિક્ષણની હાલત

શિક્ષણ વિભાગમાં પણ એ જ હાલત છે.

ગામમાં આવેલા શિક્ષકો પોતાનાં વતન તરફ બદલી થઈ જાય છે.

નવો સ્ટાફ આવ્યા પછી જ જુના બદલી થવી જોઈએ, પણ હકીકતમાં વિપરીત થાય છે.

મધ્યમ વર્ગના લોકો તેમ તેમ બાળકોને ભણાવી લે છે, પણ ગરીબ વર્ગના બાળકોનું ભવિષ્ય અંધારું બની રહ્યું છે.

❓જવાબદારી કોણની?

સરકાર?

સાંસદ?

ધારાસભ્ય (MLA)?

તાલુકા અધ્યક્ષ?

કે વિપક્ષ?

લાખો-કરોડો કમાણી છતાં જો આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સેવાઓ ગામડાઓમાં ઉપલબ્ધ નથી, તો આ અવ્યવસ્થા સામે અવાજ ઉઠાવવો જરૂરી છે.

વાસ્તવિકતા ગ્રાવુન્ડ રિપોર્ટ
કચ્છ કેર ટીવી ન્યુઝ બિયરો ચીફ
લખપત તાલુકા
આદમ નોતિયાર સાથે
Mo 9979330250