ભારે વરસાદની આગાહી ના પગલે માછીમારો ને દરિયો ના ખેડવા ચુચના
સવિનય ઉપરોક્ત વિષય તથા આધાર અન્વયે જણાવવાનું કે આધાર-૦૧ મુજાબે હવામાન ખાતાની આગાહી મુજબ તા: ૧૯/૦૮/૨૦૨૫ થી તા:- ૨૩/૦૮/૨૦૨૫ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી હોય, જેના અનુસંધાને દરિયામાં ભારે પવન અને ઉંચા મોજા ઉછળવાની સંભાવના રહેલી છે જે પરત્વે ઉપરોક્ત આધાર-૦૨થી મત્સ્યોદ્યોગ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા મળેલ સૂચના મૂજબ કચ્છ જિલ્લામાં દરિયાઈ તટે રહેતા માછીમારો, બોટ માલિકો, મત્સ્ય ખેડૂતો, મંડળીઓના સભ્યોએ અને મત્સ્યોધ્યોગ સાથે સંકળાયેલ તમામને સૂચિત કરવામાં આવે છે કે, દરિયામાં ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકવાનો હોય દરિયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટ્સને તાત્કાલિક અસરથી પરત બોલાવવાની રહેશે. તેમજ આગામી તા:- ૨૩/૦૮/૨૦૨૫ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તેમજ ટોકન ઇસ્યુ ના કરવા સૂચના આપવામાં આવે છે. તદુપરાંત પોતાની માછીમારી બોટ સલામત જગ્યાએ લાંગરવી, ઊંચાણવાળી સલામત જગ્યાએ આશ્રય મેળવવો. પોતાના કીમતી સામાનને હાથવગો રાખવો દરિયા કિનારે જવાનું ટાળવુ, તેમજ અત્રેની કચેરી દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં અત્રેની જિલ્લા કચેરીનાં કાર્યક્ષેત્ર હેઠળ ફરજ બજાવતા તમામ અધિકારી/કર્મચારી અને ફિશરીઝ ગાર્ડ/ સાગરમીત્રોએ પોતાના મુખ્ય મથક ઉપર ફરજિયાત ઉપસ્થિત રહેવું જેની નોંધ લેવા જણાવવામાં આવે છે.