વડોદરાના પ્રથમ અને વેદ પુરુષ ક્વાર્ટર ફાઇનલમાં..

વડોદરા, તા.20 : સ્થાનિક ખેલાડીઓ પ્રથમ મડલાણી અને વેદ પંચાલે શાનદાર પ્રદર્શન કરી પુરુષ વિભાગના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વડોદરાના સમા સ્પોર્ટ્સ ઈન્ડોર કોમ્પ્લેક્સ ખાતે 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન (TTAB) દ્વારા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) ના આશ્રય હેઠળ આયોજિત યુટીટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 માં ખેલાડીઓએ પોતાની કૌશલ્યની છાપ છોડી હતી.

ચોથા ક્રમે સીડ કરાયેલ પ્રથમ મડલાણીએ ભાવનગરના ઓમ જયસવાલને ૩-૦થી હરાવ્યો હતો, જ્યારે વડોદરાના જ બિનક્રમાંકિત ખેલાડી વેદ પંચાલે અમદાવાદના સાહિબજોત સિંગ સામે કઠીન મુકાબલામાં ૩-૨થી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે જુનિયર બોયઝ (અંડર-17) વિભાગમાં વેદ ક્વાર્ટરમાં પહોંચી શક્યો નહીં, તેનો સુરતના બિનક્રમાંકિતવિવાન દવે સામે ૧-૩થી પરાજય થયો હતો.

મહિલા વર્ગમાં ટોચના સીડ ફ્રેનેઝ ચીપિયા, નામના જયસ્વાલ, રિયા જયસ્વાલ, ફિલઝાફાતેમા કાદરી, જિયા ત્રિવેદી અને પ્રથા પવારે સહજ રીતે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે બિનક્રમાંકિતમૌબોની ચેટર્જીએ સાતમા ક્રમે સીડ સિદ્ધિ બુલસારાને હરાવી અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતું.

પરિણામો એક નજરે..
પુરુષ પ્રી-ક્વાર્ટર ફાઇનલ :  ધૈર્ય પરમાર, જયનીલ મહેતા, વેદ પંચાલ, પ્રથમ મદલાની, અભિલાષ રાવલ, દેવર્ષ વાઘેલા, આયાઝ મુરાદ અને ચિત્રાક્ષ ભટ્ટ ક્વાર્ટરમાં પહોંચ્યા.
મહિલા પ્રી-ક્વાર્ટર ફાઇનલ : ફ્રેનાઝ ચીપિયા, કૌશા ભૈરાપુરા, નામના જયસ્વાલ, રિયા જયસ્વાલ, ફિલઝાફાતેમા કાદરી, જિયા ત્રિવેદી, મૌબોની ચેટર્જી અને પ્રથા પવાર ક્વાર્ટરમાં પ્રવેશ્યા.
અંડર-15 છોકરીઓ :  ચાર્મી ત્રિવેદી, કૃષ્ણા પટેલ, ધીમહી કાબરાવાલા, વિશ્રુતિ જાદવ, અનાઈશા સિંઘવી, વિન્સી તન્ના, ખ્વાઈશ લોટિયા અને દાનિયા ગોડિલ ક્વાર્ટરમાં પહોંચ્યા.
અંડર-15 છોકરાઓ : દેવ ભટ્ટ, અનય બચાવત, રચિત શાહ, કૃશય શાહ, ધ્રુવ ભંભાણી, સંજય મકવાણા, વિવાન દવે અને દ્વિજ ભાલોદિયા આગળ વધ્યા.
અંડર-17 છોકરાઓ : માલવ પંચાલ, વંદન સુતરિયા, યુગ પરમાર, પવનકુમાર, આર્યા કટારિયા, રિયાન શાહ, દ્વિજ ભાલોડીયા અને વિવાન દવે ક્વાર્ટરમાં.
અંડર-17 છોકરીઓ : પ્રથા પવાર, ધીમહી કાબરાવાલા, વિન્સી તન્ના, જિયા ત્રિવેદી, ચાર્મી ત્રિવેદી, મૌબોની ચેટર્જી, અનાઈશા સિંઘવી અને દાનિયા ગોડીલ ક્વાર્ટરમાં પહોંચી ગયા છે..