ગાંધીધામ – કંડલા – આદિપુર નાં વિવિધ પ્રશ્નો કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી શ્રી સર્બાનંદસોનોવાલજી ને રજૂઆત કરતાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા તથા ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી.

લોકસભા નાં ચોમાસું સત્ર દરમ્યાન કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી શ્રી
સર્બાનંદ સોનોવાલજી ની રૂબરૂ મુલાકાત લઈ ગાંધીધામ – કંડલા –
આદિપુર નાં વિવિધ પ્રશ્નો સંદર્ભે સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા અને
ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી મુલાકાત કરી
મહત્વપૂર્ણ ૭ મુદાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો. જેમાં 1. કંડલા-
માળીયા-નવલખી કોસ્ટલ હાઈવેના બાંધકામ અંગે રજુઆત. 2. SRC
ના ચાલી રહેલા રેસિડેંટલ ટુ કોમર્શિયલ નાં પ્રશ્નો નાં નિરાકરણ માટે
રજૂઆત. 3. ગાંધીધામ મહાનગરપાલિકા માં આવતા સિટી વિસ્તારને
સ્ટેટ ગવરમેન્ટ ના હસ્તકે આપવા માટે રજૂઆત.

  1. ગાંધીધામમાં આવેલ કોમર્શિયલ જગ્યાઓને ફ્રી હોલ્ડ કરવાની
    રજૂઆત. 5. ગાંધીધામ મ્યુનિસિપલ ઇન્ફ્રા, પ્લાઝ્મા પાયરોલિસિસ પ્લાન્ટ, પાણી પુરવઠા હેડ વર્ક્સના બાંધકામ
    અને વધારાના CER/CSR સપોર્ટ માટે જમીનની વિનંતી. 6. “ગાંધીધામ મહાનગરપાલિકા” નાં મકાન બાંધકામ
    માટે જમીન ફાળવણી માટે રજુઆત. 7. ગાંધીધામના ડમ્પિંગ સાઇટ પર ડ્રાય વેસ્ટ પ્લાન્ટ શરૂ કરવા માટે
    વધારાની CSR ફંડ સહાય માટે રજુઆત કરી હતી. ઉપરોક્ત મુદાઓને સાકાર સ્વરૂપ આપવાના અનુરોધ પર
    મંત્રીશ્રી એ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.