સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી બાબતે ધોરણ 8ના વિદ્યાર્થીએ ધો. 10ના વિદ્યાર્થીને છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી

સ્કૂલ છૂટવાના સમયે સામાન્ય બોલાચાલી થતાં પેટમાં છરી મારી હત્યા કરી.

સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી બાબતે ધોરણ 8ના વિદ્યાર્થીએ ધો. 10ના વિદ્યાર્થીને છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હતી.

અઠવાડિયા પહેલાં સીડી ઊતરતાં ઝઘડો થયો હતો, ધોરણ 8ના વિદ્યાર્થી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

હાટકેશ્વરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલ છૂટવાના સમયે ધક્કામુક્કી થવાની સામાન્ય વાતની અદાવતમાં એકે બીજાને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધી હતી. આ મામલે ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને હુમલો કરનારા સગીર વિદ્યાર્થીને રાઉન્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસે બનાવ મામલે સીસીટીવી ફૂટેજ મેળવી તેમ જ ઘટના સમયે હાજર અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદન લેવાનું પણ શરૂ કર્યું છે.

ઘોડાસરમાં રહેતો 15 વર્ષીય સગીર ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે. તેનો પિતરાઈ પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એક અઠવાડિયા પહેલાં વિદ્યાર્થી તેના પિતરાઈ સાથે સ્કૂલ છૂટવા સમયે સીડીઓ ઊતરી રહ્યો હતો ત્યારે ધોરણ 8ના એક વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. આથી બંને ભાઈઓને ધોરણ 8ના વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. તે વારદાતને ધ્યાનમાં રાખીને સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીને છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હતી.

છરીના હુમલામાં ઘાયલ વિદ્યાર્થીના મૃત્યુ બાદ, સિંધી સમુદાયના લોકો અને અન્ય સંબંધીઓ અને અન્ય લોકો દ્વારા સેવન્થ ડે સ્કૂલ પર ટોળાએ હુમલો કર્યો હતો.

મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ટોળું બનતા થતાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શાળામાં તોડફોડ કરવામાં આવી હતી.
અને લોકોએ રસ્તો રોકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.
[9:38 AM, 8/20/2025] Hitesh Sir: હુમલો કરનારા વિદ્યાર્થી સામે સ્કૂલને અનેક ફરિયાદો મળી હતી, પોલીસે સ્કૂલના સિક્યોરિટી ગાર્ડ શિક્ષકો તેમ જ અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરીને 9 લોકોનાં નિવેદન નોંધ્યાં છે, જેમાં એવું બહાર આવ્યું છે કે, જે વિદ્યાર્થીએ છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી હતી. તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી.