તડીપા૨ કરેલ ઈસમને હુકમ ભંગ ક૨તા પકડી પાડતી લાકડીયા પોલીસ

શ્રી ચીરાગ કોરડીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમા૨ સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ હદપાર/તડીપાર કરેલ ઇસમો ચેક ક૨વા આપેલ સુચના અનુસંધાને શ્રી સાગ૨ સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ જે.એમ.જાડેજા પોલીસ ઈન્સ્પેકટ૨ નાઓની સુચનાથી લાકડીયા પોલીસ સ્ટાફ પ્રાઇવેટ વાહનમા પેટ્રોલીંગમા હતા દ૨મ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે મહે.સબ ડીવીઝનલ મેજી.સાહેબ ભચાઉ કોર્ટના નં-મેજી/હદપારી/કેસનં.૦૬/૨૦૨૫ તા.૨૨/૦૫/૨૦૨૫ વાળા હુકમથી બજવળી થયા તારીખથી છ મહીના માટે કચ્છ જીલ્લા તેમજ કચ્છ જીલ્લાને અડીને આવેલ બનાસકાંઠા પાટણ તેમજ મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાઓની હદમાંથી તડીપા૨ ક૨વામાં આવેલ અને આ જીલ્લાઓમાં સક્ષમ અઘીકારીશ્રીની પુર્વ પરવાનગી વીના પ્રવેશ ક૨વો નહી તેવો હુકમ ક૨વામાં આવેલ જે હદપાર હુકમનુ ઉલ્લંઘન કરી કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામના હાઈવે બ્રીજ નીચે આવેલ પોતાની ચાની કેબીન પ૨ પ્રવેશ ક૨તા શોકત ઇબ્રાહીમ ઉર્ફે અબ્રાહમ ઉર્ફે અભરામ રાઉમા ૨હે.જુના કટારીયા તા.ભચાઉ વાળાને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે
પકડાયેલ આરોપીનુ નામ:-
શોકત ઇબ્રાહીમ ઉર્ફે અબ્રાહમ ઉર્ફે અભરામ રાઉમા ઉ.વ.૪૭ ૨હે.જુના કટારીયા તા.ભચાઉ
પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતીહાસ:-
(૧) લાકડીયા પોસ્ટે ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૧૨૪૦૧૬૧/૨૦૨૪ બી.એન.એસ કલમ-૩૦૩(૨),૫૪ મુજબ
(૨) ગાંધીધામ એ-ડીવીઝન પોસ્ટે -૧૧૯૯૩૦૦૬૪૨૦૮૪૪/૨૦૨૪ બી.એન.એસ કલમ-૩૦૩(૨),૫૪ મુજબ
(૩) સરખેજ પોસ્ટે ગુ.૨.નં-૧૧૧૯૧૦૪૮૨૪૦૫૩૪/૨૦૨૪ બી.એન.એસ કલમ-૩૦૩(૨),૫૪ મુજબ
આ કામગીરી પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એમ.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.