આદિપુરમાંથી 55 હજારની રોકડ સાથે ચાર ખેલીઓની અટક

copy image

copy image

 આદિપુર શહેરમાં 55 હજારની રોકડ સાથે ચાર ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરમાં આવેલ પછવાડે ખાટુશ્યામ મંદિર પાછળ મેઘપર કુંભારડીની અંજલિ પાર્ક સોસાયટીમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી રૂા. 55,100 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 70,100ના મુદામાલ સાથે ચાર શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ  પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.