ગાંધીધામના કાસેઝમાં મોપેડ સ્લીપ થઇ જવાના કારણે 40 વર્ષીય આધેડે જીવ ખોયો

copy image

ગાંધીધામના કાસેઝમાં મોપેડ સ્લીપ થઇ જવાના કારણે 40 વર્ષીય આધેડે જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કિડાણામાં રહેનાર મુસા ચાવડા નામનો આધેડ મોપેડ લઇને કામથી કાસેઝમાં ગયો હતો. ગત તા. 26/7ના તે કાસેઝમાં હતો. તે સમયે તેનું વાહન સ્લીપ થઈ જતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે આ શખ્સનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.