ભચાઉમાં 25 વર્ષીય યુવાનને વીજશોક લાગતાં કાળનો કોળિયો બન્યો

copy image

ભચાઉમાં 25 વર્ષીય યુવાનને વીજશોક લાગતાં તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના માનસરોવરની નજીક ભવાનીપુરમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. 25 વર્ષીય જેશકુમાર નામનો યુવાન મશીનના તાર બોર્ડમાં લગાવવા જતાં તેને વીજશોક લગતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.