અંજારના ખેતરપાળ-ચારમાં પરિણીતાએ કર્યો આપઘાત

copy image

અંજાર ખાતે આવેલ ખેતરપાળ-ચારમાં પરિણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ખેતરપાળ-ચારમાં રહેનાર 28 વર્ષીય ખુશી નામની પરિણીત મહિલા પોતાના ઘરે હાજર હતી, તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ચાર-પાંચ મહિનાનો લગ્નગાળો ધરાવનારી આ યુવતીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.