ભચાઉમાં પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

copy image

copy image

ભચાઉમાં ખુલ્લેઆમ જુગાર રમતા પાંચ ખેલીઓની પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભચાઉમાં ધનરાજ કોમ્પ્લેક્સની આગળ જાહેરમાં અમુક ઈસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે,ઉપરાંત પોલીસે તપાસ કરી આરોપી શખ્સોને પકડી પાડી રોકડ રૂ;11,700 તેમજ ચાર મોબાઇલ એમ કુલ રૂ;33,700નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી આદરી છે.