અમદાવાદ સેવન ડે સ્કૂલ માં વિદ્યાર્થીનો હત્યા બાદ ત્રીજા દિવસે પણ અજંપા ભરી પરિસ્થિતિ.

મણિનગર નગર કેટલીક સોસાયટી દ્વારા મૃતક વિધાર્થી નયનને ન્યાય મળે તેના માટે રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો જોવા મળી રહી હતી.

મણીનગર, ઇસનપુર, કાંકરિયા, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં સ્વયંભૂ બંધ કરી હજારોની સંખ્યામાં રેલી કાઢી સેવન ડે સ્કૂલને બંધ કરવાની માંગ ઉઠવા પામી હતી.

વિદ્યાર્થીની હત્યા બાદ સતત ત્રીજા દિવસે સ્કૂલની બહાર એનએસયુઆઈ દ્વારા દેખાવો કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મણિનગર, ખોખરા, કાંકરિયા અને ઈસનપુરમાં દુકાનો બંધ કરાઈ હતી. મણિનગર ક્રોસિંગ પાસે ન્યાયની માગણી સાથે એક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

રીપોર્ટ બાય:અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.