અંજારના વાડા ગામમાં બે પક્ષ વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ ચોપડે

copy image

અંજાર ખાતે આવેલ વાડા ગામમાં બે પક્ષ વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નિંગાળમાં રહેનારા અર્ચન મગન બરારિયા દ્વારા આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી અને તેના પિતા પોતાની જમીને વાડા ગામે ગયેલ હતા, જ્યાં લાઇન તૂટેલી જણાતાં તે આંટો મારી રહ્યા હતા તે દરમ્યાન અચાનક આરોપી ઈશમો ત્યાં આવેલ અને તેમના પર પાઇપ, કુહાડી, લાકડી ઉપરાંત છૂટા પથ્થરના ઘા કરી હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.