રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫’નું આયોજન

    ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી તે હેતુથી ગુજરાતના અમદાવાદસુરતવડોદરારાજકોટ ઉપરાંત ૨૯ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫(પાંચ) આશ્વાસન ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

        જેમાં (૧) ગણેશ પંડાલનાં મંડપ શણગાર (૨) સામાજિક સંદેશ (૩) ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી) (૪) ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ (૫) સ્વદેશી (૬) પંડાલ સ્થળની પસંદગી (ટ્રાફિક કે આસપાસના લોકોને અડચણ રૂપ ન થાય ) (૭) સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી (૮) ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનારી પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી જિલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી તેના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરને મોકલવામાં આવશે.  

        કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ (ત્રણ) વિજેતા તેમજ અન્ય ૫(પાંચ)ને પ્રોત્સાહક પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવશે.

        પસંદગી પામેલા ૧ થી ૩ ક્રમે આવેલા ગણેશ પંડાલના વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમના વિજેતાને  રૂ.૫,૦૦,૦૦૦/-( પાંચ લાખ પુરા) દ્રિતીય ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦/- ( ત્રણ લાખ પુરા) અને તૃતીય ક્રમના વિજેતાને રૂ. ૧,૫૦,૦૦૦/- ( એક લાખ પચાસ હજાર પુરા) રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.૧,૦૦,૦૦૦/-  રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

        શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેનાર સ્પર્ધકોએ પંડાલની વીડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી પેન ડ્રાઈવની સાથે ફોર્મ જમા કરવાનું રહશે. આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીરૂમ નં.૪૧૧ત્રીજો માળબહુમાળી ભવનભુજ ખાતેથી મેળવી તા.૨૮/૦૮/૨૦૨૫ સુધીમાં પરત જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આ સ્પર્ધામાં કચ્છના ગણેશ પંડાલના આયોજકોને ભાગ લેવા અનુરોધ છે તેમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જણાવાયું છે.