અંજાર ટાઉન વિસ્તારમાં આવેલ વરસામેડી નાકા પાસેથી થયેલ એકસેસ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી અંજાર પોલીસ


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે મિલકત સંબંધી (વાહન ચોરીના) ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોઈ
જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે પોલીસ સ્ટાફના માણસો અંજાર પો.સ્ટે વિસ્તારમાં ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે અંજાર રેલ્વે સ્ટેશન પાસે એકસેસ સાથે પકડી પાડી આરોપીને ચોરી બાબતે ઉંડાણપુર્વક યુકતિ-પ્રયુકતિથી પુછપરછ કરતા સદર એકસેસ મો.સા આરોપીએ એક મહિના પહેલા અંજારમાં શહેરમાં આવેલ વરસામેડી નાકા પાસે આવેલ અંડર બ્રીજ પાસેથી રાત્રીના સમયે ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોઈ જેથી આરોપી પાસેથી એકસેસ મો.સા રિકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી :-
અસલમ ઇસ્માઇલ હિંગોરજા ઉ.વ.૨૦ રહે.આદીપુર ગોળાઈ પાસે ઝુપડા વિસ્તાર મેઘપર કુંભારડી તા.અંજાર કચ્છ
>
શોધાયેલ ગુનો:-
અંજાર પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૧૦૬૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ-303(૨) મુજબ
>
રીકવર કરેલ મુદ્દામાલ :-
સુઝુકી કપંનીનુ એકસેસ જેના ૨જી. નં. જી.જે.૧૨-ઈ.એલ.૬૬૩૫ જેની डि.३.३०,०००/-