બનાવટી દસ્તાવેજના ગુનામાં મુંબઈ ખાતેથી વઘુ ૨ આરોપી પકડી પાડતી લાકડીયા પોલીસ


મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તેમજ પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ નાઓએ બનાવટી દસ્તાવેજના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારુ આપેલ સુચના અનુસંધાને લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોય જે મુજબના ગુના કામેના નાસતા ફરતા આરોપીઓને પકડવા મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સદર ગુનાની આગળની તપાસ જે.એમ.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ અને મુંબઈ ટીમ મોકલી સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડી ગુના કામે અટકાયત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
લાકડીયા પોલીસ સ્ટેશન એફ.આઈ.આર નં ૧૧૯૯ ૩૦૧૧૨ ૪૦ ૨ ૧૫/૨૪ ભા૨તીય ન્યાય સંહિતા કલમ ૩૧૯(૨),૩૩૬(૩),૩૩૭,૩૩ ૮,૩૪૦(૨), ૬૧(૨) (એ) મુજબના
પકડાયેલ આરોપીઓ :-
(૧) નિતીન જયંતીલાલ શેઠ ઉ.વ.૪૦ ૨હે.હાલે.એ વીંગ મકાન નં.૧૦૨ વિઠ્ઠલ નગર દેવીપાડા બોરીવલી ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર રહે.મુળ.જંગી તા.ભચાઉ,કચ્છ
(૨) સુરેશ મુકુંદ જાધવ ઉ.વ.૪૦ ૨હે.હાલે.બી.૭ ફ્લેટ નં.૪૦૪ રામાષિશ બિલ્ડિંગ રામદેવ પાર્ક મિરા રોડ ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર રહે.મુળ.જાધવ નિવાસ જય ભીમ નગર સંતોષનગર એ કે વૈધ્ય માર્ગ ફિલ્મ સીટી રોડ ગોરેગાવ ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર
આ સફળ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશન તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા ક૨વામાં આવેલ છે.