અંજારમાં હારજીતનો જુગાર રમતા પાંચની ધરપકડ

copy image

અંજાર ખાતે આવેલ ખેતરપાળ દાદાનાં મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખેતરપાળ દાદાનાં મંદિર પાસે અમુક ઈસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. તરત જ પોલીસે રેડ કરી આરોપી ઈસમોને પકડી પાડી રૂ; 32,600 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ વધુમાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.