વિવિધ ગુનામાં સામેલ ઉપરાંત કચ્છ સહિત સાત જિલ્લાઓમાંથી હદપાર કરાયેલ શખ્સ ઝડપાયો

copy image

વિવિધ ગુનામાં સામેલ ઉપરાંત કચ્છ તેમજ મોરબી, પાટણ, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર સહિતની જિલ્લાઓમાંથી તળીપાર કરવામાં આવેલ સાંયરાના લક્ષ્મણસિંહ હરિસિંહ સોઢા નામના શખ્સને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ દબોચી લીધો હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલ પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સને દેવપર (યક્ષ) ગામ નજીક આવેલી સાંયરા ચોકડી પરથી ઝડપી પાડવામાં આવેલ હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.