ગાંધીધામમાં ટ્રેઇલર હડફેટે ચડતા યુવાનનું મોત

copy image

copy image

ગાંધીધામમાં ટ્રેઇલર હડફેટે ચડતા યુવાનનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત તા; 20ના રાતના 10 વાગ્યાના અરસામાં હતભાગી કોઈ કામથી બજાર બાજુ જઈ રહ્યો હતો. તે સમય દરમ્યાન રેલવે સ્ટેશન પુલિયા નજીક પહોંચતા ટ્રેઈલર ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.