ભુજના જ્યુબિલિ ગ્રાઉન્ડ પાસે ગટર અને પાણીની લાઇન માટે ખોદકામ થયું પરંતુ ફરી રીપેર નહીં

ભુજના જ્યુબિલિ ગ્રાઉન્ડ પાસે ગટર અને પાણીની લાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ તે કાર્યને ત્યાં જ અધૂરું છોડી દેવામાં આવ્યું છે, તેને પાર પાડ્યું નથી. તો તંત્રની આ કોઈ મજબૂરી કે બેદરકારી..? આમ ગટર અને પાણીની લાઇનની સમસ્યાનું નિરાકરણ લાવ્યાના બદલે તેનું ખોદકામ કરી અને જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં મૂકી દેવાના કારણે લોકોને ભારે મુસ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો તંત્ર આ કાર્યને પૂર્ણ કરવામાં કોઈની રાહ જોઈ રહ્યું છે કે..? ટૂંક સમયમાં આ સમસ્યાનું સમાધાન થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.