મુંદ્રાના મોખા ટોલ નજીક ઊભેલી ટ્રકમાં ટ્રક ઘૂસાડી દેતાં યુવાનનું મોત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ મોખા ટોલ નજીક ઊભેલી ટ્રકમાં ટ્રક ઘૂસાડી દેતાં ટ્રકચાલકનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ ગાંધીધામમાં રહેનાર ભરતકુમાર ગત રાત્રે પોતાની ટ્રક લઈ ગાંધીધામથી મુંદરા તરફ જઈ રહ્યો હતો. તે સમય દરમ્યાન બેદરકારી પૂર્વક ટ્રક ચલાવવાના કારણે મોખા ટોલ નજીક સાઇડમાં ઊભેલી ટ્રકમાં પાછળના ભાગે ઘુસાડી દેતાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત નીપજયું હતું. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.