ભુજમાં જુગાર રમતી સાત મહિલા ઝડપાઇ

copy image

ભુજમાં આવેલ ભૂતેશ્વર ફળિયાંમાં જાહેરમાં જુગાર રમતી સાત મહિલા સહીત એક પુરુષની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભૂતેશ્વર ફળિયાંમાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે. જેથી પોલીસે તરત જ તપાસ કરી રોકડા રૂ; 6400ના મુદ્દામાલ સાથે સાત મહિલા તેમજ એક પુરુષને પકડી પાડયા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.