આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો શુભારંભ


આજે ભાદરવા સુદ ત્રીજ આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતર ના મેળાનો શુભારંભ થયો છે.જે આગામી 29 ઓગસ્ટ સુધી ચાલશે. આજરોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ચોટીલા ધારાસભ્ય શામજી ચોહાણ પ્રકાશ વરમોરા જીલ્લા કલેક્ટર જીલ્લા વિકાસ અધિકારી જીલ્લા પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિમા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે સવારે મંદિરની અંદર શિવ પૂજા કરીને આ મેળો ખુલ્લો મુક્યો હતો. સાથે ગ્રામીણ ઓલમ્પિક રમતો મેળામાં રમાય છે તે સ્થળની મુલાકાત લીધેલ અને દોડ ની રમતમાં વિજેતા ખેલાડીને રકમ નો ચેક, અને સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ. આ મેળો લોક સંસ્કૃતિ ને ઉજાગર કરતો ભાથીગળ મેળો વર્ષો થી યોજાય છે. ધારાસભ્યે વધુ માં જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ એ ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે. જે પ્રાચીન યુગ થી ઋષિમુનીઓએ આપણા ધાર્મિક તહેવારો અને ઉત્સવોને મેળાઓ સાથે જોડીને ઉત્તમ પરંમપરાનું નિર્માણ કર્યું છે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જીલ્લા કલેક્ટર જીલ્લા વિકાસ અધિકારી જીલ્લા પોલીસ વડા તેમજ જીલ્લાના ધારાસભ્યો પ્રકાશ વરમોરા શામજી ચોહાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
બાઈટ
(૧) રણજીતસિંહ ( મૂળી રાજવી પરિવાર ધજા ચડાવનાર)
(૨) જગદીશ મકવાણા નાયબ મુખ્ય દ.
રિપોર્ટર જયેશભાઇ મોરી જયેશ