Infinix GT Verse સાથે અમદાવાદમાં તેની સૌથી મોટી ગેમિંગ ઇવેન્ટ યોજી


નવા યુગના સ્માર્ટફોન ગેમિંગ બ્રાન્ડ Infinix એ અમદાવાદમાં યુવાનોને આકર્ષવા માટે તેના પ્રકારના પ્રથમ ઇ-સ્પોર્ટ્સ અને ગેમિંગ અનુભવ સાથે સૌથી મોટા ગેમિંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. ગેમિંગ ઉત્સાહીઓ, ઇ-સ્પોર્ટ્સ ખેલાડીઓ અને યુવા પ્રેક્ષકોને એક છત નીચે લાવીને, આ ઇવેન્ટમાં લાઇવ ગેમિંગ, ઇન્ટરેક્ટિવ અનુભવો અને Infinix ના તાજેતરમાં લોન્ચ થયેલા ફ્લેગશિપ ગેમિંગ સ્માર્ટફોન – GT 30 5G+ ની સીધી ઍક્સેસનો સમાવેશ કરાયો હતો. ઇવેન્ટમાં તેમને GT Verse સાથે પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં અત્યાર સુધીની સમગ્ર લાઇન-અપ પ્રદર્શિત કરવામાં આવી હતી.
શહેરમાં ઇન્ફિનિક્સ દ્વારા આયોજિત પ્રથમ મોટા પાયે ગેમિંગ પહેલ તરીકે, આ ઇવેન્ટને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં 1600 થી વધુ લોકો માટે આ ઇવેન્ટ ખુલ્લી મુકાઇ હતી જેમાં 600 થી વધુ લોકો હાજર રહ્યા હતા.
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.