પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા / રમાડતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા, મુળરાજભાઈ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજદીપસિંહ ગોહિલનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દેવજીભાઇ મહેશ્વરી તથા લીલાભાઇ દેસાઇનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, રોનક શાહ રહે. મુંબઇ વાળો હાલે મોખા ગામે પોતાના મામાના ઘરે આવેલ છે. અને જૈન ફળીયા મધ્યે આવેલ સદર મકાનના ઓટલા ઉપર બેસી પોતાના મોબાઇલ ફોનમાં ID વડે હાલમાં ચાલી રહેલ ક્રીકેટ મેચમાં ૨૦-૨૦ ઓવરની તથા વન-ડે મેચમા મર્યાદિત ક્રિકેટ મેચ ઉપર રનના તફાવત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટો જુગાર ખુલ્લી જગ્યામાં રમી રમાડનાર હોવાની હકિકત મળેલ. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબનો ઇસમ પોતાના કબ્જામાં રહેલ મોબાઇલ ફોનમાં WINNER7.CLUB નામની વેબસાઈટ પર લાઇવ ચાલતી ૨૦-૨૦ તથા વન-ડે ક્રિકેટ મેચ ઉપર રૂપીયાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી તેના કબ્જા માંથી મળી આવેલ ફોન પૈકી સેમસંગ ફોલ્ડ-૦૬ ફોનના આઇ.ડી. મા બેલેન્સ ૪૦,૦૦૦/- ચીપ્સ જેની કિં.રૂા. ૩.૨૦,૦૦૦/- તથા બીજો મોબાઇલ ફોન વન પ્લસ જે ફોનના આઇ.ડી માં બેલેન્સ ૫૦૦૦ ચીપ્સ હોઇ જેની કી.રૂ.૫૦,૦૦૦/- સાથે WINNER7.CLUB નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા રમાડતા પકડાઇ ગયેલ અને મોબાઇલ ફોનમાં રહેલ આઇ.ડી.માં રાખેલ બેલેન્સ ક્રિકેટ સૉ રમવામાં ઉપયોગમા લીધેલ તેમજ આ આઇ.ડી પૈકી એક આઇ.ડી. જીતેન શાહ રહે. થાના, વીવીયાના મોલ પાસે, મુંબઇ વાળા પાસેથી તથા બીજી આઇ.ડી. મેહુલ વસંત ગોરી રહે. મુલુંડ, મુંબઇ વાળા પાસેથી લીધેલ હોય જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહી મળી આવેલ ઇસમો વિરૂધ્ધમાં પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૪૪૪/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- પકડાયેલ ઇસમ :-
રોનક પ્રફુલ શાહ ઉ.વ. ૩૧ રહે. ૧૦૧, આનંદ વિલા બીલ્ડીંગ, ચરય. થાને વેસ્ટ, મુંબઇ
પકડવાના બાકી ઇસમો :-
- જીતેન શાહ રહે. થાના, વીવીયાના મોલ પાસે, મુંબઇ (આઇ.ડી આપનાર)
મેહુલ વસંત ગોરી રહે. મુલુંડ, મુંબઇ (આઇ.ડી. આપનાર)
મુદામાલ :-
- આઇ.ડી.માં રાખેલ બેલેન્સ રૂપીયા ૩,૭૦,૦૦૦/- ક્રિકેટ સટ્ટે રમવામાં ઉપયોગમાં લીધેલ
- મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧,૨૦,૦૦૦/-