આધાર પુરાવા વગરના કોપર તથા પિત્તળના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, વિપુલ મેટલ સ્ટોર દુકાનના માલિક જયંતીલાલ બીજલાણી(કંસારા) જે પોતાના દેવકીનગરમાં આવેલ રહેણાક મકાન પાસે બહાર ખુલ્લામાં કોપર, પિતળનો જથ્થો કોઇપણ આધાર પુરાવા વગર રાખેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા કોપર વાયરના ફિંડલા તથા પિત્તળ(બ્રાશ)ના વાલ્વ જોવામાં આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૩)(૧) મુજબ નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
→ કબ્જે કરેલ મુદ્દામાલ
- કોપર વાયરના ફિડલાઓ વજન ૪૫ કિ.ગ્રા. કિં.રૂ. ૨૨,૫૦૦/-
- પિત્તળ(બ્રાશ)ના વાલ્વ વજન ૨૦૦/- કિ.ગ્રા. કિં.રૂ. ૮૦,૦00/-
→ પકડાયેલ ઇસમ
- જયંતીલાલ વાલજી બીજલાણી(કંસારા) ઉવ.૭૮ રહે. દેવકીનગર, નખત્રાણા
ગુનાહિત ઇતીહાસ
- નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૨૨/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ
- નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૨૩/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ
- નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૬૯/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ
- નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૭૨/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ
- નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૫૦૩/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ
- નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૬૪/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ
- નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૪૧/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ
- નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૯૫૦/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ
- નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૭૨૫/૨૦૨૪ બી.એન.એસ.એસ. કલમ ૩૦૩(૨) મુજબ
નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૭૨૮/૨૦૨૪ બી.એન.એસ.એસ. કલમ ૩૦૩(૨) મુજબ