કરોડોની જમીન પચાવી પાડવાના ઉદેશથી ગુનાહીત કાવતરૂ રચી ગુનોને અંજામ આપનાર આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ

અંજારની ચીટર ગેંગ દ્રારા વરસામેડીની કરોડોની જમીન પચાવી પાડવા ડમી વ્યકિતી ઉભો કરી ખોટાનામ ધારણ કરાવી ખોટા પાવરનામા તેમજ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના ઉદેશથી ગુનાહીત કાવતરૂ રચી ગુનોને અંજામ આપનાર આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે અંજાર વિસ્તારમાં બનતા શરીર તેમજ મિલકત સંબંધી તથા ઠગાઈ વિશ્વાસઘાત જેવા ગુનાઓને શોધી કાઢી તેમજ સત્વરે આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોઈ

અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૪૧૦૯૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ- ૬૧(૨)(એ), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) ૩૩૯ મુજબનો ગુનો ગઈ તા.૨૬/૦૮/૨૦૨૫ ના રજીસ્ટર થયેલ જે ગુનાના ફરીયાદી દેવેન્દ્રસિંહ રણવીરસિંહ ઝાલા ઉ.વ.૫૬ રહે.પ્લોટ.નં.૪૯ ચિત્રકૃટ સોસાયટી અંજાર નાઓને અંજારની ચીટર ગેંગ દ્રારા વરસામેડી ગામની સીમ વેલ્સપન કપંની પાસે આવેલ કિંમતી કરોડો રૂપિયાની જમીન જેના સર્વે.નં.૬૪૨ વાળી અંદાજે જમીન પડાવી પાડવાના ઉદેશથી જમીનના મુળ માલીકનુ જે હાલ હયાત નથી નુ નામ ધારણ કરી ખોટુ પાવારનામુ બનાવી જે પાવરનામુ ખોટુ હોવાનુ જાણવા હોવા છતા તેનો સાચો અને ખરા તરીકે ઉપયોગ કરી આ જમીન બારોબાર વેચાણ કરવાના ઉદેશથી ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી જમીનનુ વેચાણ દસ્તાવેજોમાં ખોટી સહિઓ કરી સાચા-ખરા તરીકે રજીસ્ટર કરાવી આ જમીનની વેચાણ અંગેની નોધ પડાવી એક જુથ થઈ કાવતરૂ રચી ખોટા નામ ધારણ કરી ગુનો કરેલ હોવાની અત્રેના પો.સ્ટે ફરીયાદીશ્રીએ ફરીયાદ કરેલ.

જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે બનેલ બનાવની ગંભીરતાને લઈ તાત્કાલીક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગના ત્રણ ઈસમોને શોધી કાઢી મજકુર ઇસમોને સદર ગુના કામે યુકતી-પ્રયુકતી તેમજ ઉડાણપુર્વક પુછ પરછ કરતા આરોપીઓએ જણાવેલ કે અમે વરસામેડી ગામના સર્વે.નં.૬૪૨ વાળી કરોડની કિંમતની જમીન પડાવી પાડવા માટે એક ડમી વ્યકિતને ઉભો કરેલ અને તેનુ શામજી શિવજી ચાચાણી રહે.મુબંઈ (હાલે હયાતના ન હોય) વાળો હોવાનુ ખોટુ નામ ધારણ કરાવી તેમના નામના ખોટા ઓળખ-પુરાવા એકઠા કરી ખોટુ પાવરનામુ બનાવી જે પાવરનામાના આધારે ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી
તેને સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લઈ તેને રજીસ્ટર કરાવી જમીન વેચાણ અંગેની નોધ પડાવેલ હોવાની કબુલાત આપતા મજકુર ત્રણેય ઇસમને સદર ગુના કામે અટક કરી લઈ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે

પકડાયેલ આરોપીઓ :-

(૧) દિનમામદ કાસમભાઈ રાયમા ઉ.વ.૪૩ રહે.બાયડ ફળીયુ દેવળીયાનાકા અંજાર (કાવતરૂ રચનાર મુખ્ય આરોપી)

(૨) પચાણ સુરાભાઈ રબારી ઉ.વ.૪૫ રહે.ધાણેટી તાભુજ કચ્છ (જમીન ખરીદનાર)

(3) સુલ્તાન અભુભાકર ખલીફા ઉ.વ.૩૫ રહે.વીડી મસ્જીદ પાસે તા.અંજાર (ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહિ કરનાર)

પકડવાના બાકી આરોપીઓ :-

(૪) શામજી શિવજી ચાચાણીનુ નામધારણ કરનાર ઇસમ

(૫) મહેશ શંકરભાઈ ચંદ્રા રહે.મુબઈ (પોતાના નામનુ ખોટુ પાવરનામુ બનાવી જમીન વેચાણ કરનાર)

(૬) અજીદ સૈયદ (ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહિઓ કરનાર)

(૭) રાજુ અમરશી બારોટ (ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહિઓ કરનાર)

ગુનાહિત ઈતિયાસ :–

પકડાયેલ આરોપી દિનમામદ કાસમભાઈ રાયમા રહે. અંજાર વાળાનો ગુન્હાહિત

(૧) મુંબઈ કોશીવરા થાને ગુ.૨.ન.૧૨૩/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૧૮(૪) ૩૨૨ 339 339 (3) 3૩૭ ૩૩૮ ૩૪૦(૨) ૬૧(૨) મુજબ

(૨) અમદાવાદ વેજલપુર પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૧૯૧૦૨૮૨૪૦૨૭૨/૨૦૨૪ આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબ

ગુનાને અંજામ આપવાનો હેતુ

ઉપરોક્ત આરોપીઓએ પૈકી મુખ્ય આરોપી દિનમામદ કાસમભાઈ રાયમા રહે.અંજાર વાળાએ તેઓના સાગરીતો સાથે મળી કાવતરૂ રચી જમીનના મુળ માલીકનુ નામ ધારણ કરી ખોટુ પાવારનામુ બનાવી જે પાવરનામુ ખોટુ હોવાનુ જાણવા હોવા છતા તેનો સાચો અને ખરા તરીકે ઉપયોગ કરી આ જમીન બારોબાર વેચાણ કરવાના ઉદેશથી ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી જમીનનુ વેચાણ દસ્તાવેજોમાં ખોટી સહિઓ કરી સાચા-ખરા તરીકે રજીસ્ટર કરાવી આ જમીનની વેચાણ અંગેની નોધ પડાવી એક જુથ થઈ કાવતરૂ રચી આર્થિક ફાયદા સારૂ કરોડોની જમીન પચાવી પાડવાની ટેવ ધરાવે છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સપેકટર એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.

દિ+માVE કીસમભાઈ રાજમા (પંકજ હિમેન

SE CHEERLEADER

રબારી

દિનમામદ કાસમભાઈ રાયમા

પચાણ સુરાભાઈ રબારી

સુલ્તાન અભુભાકર ખલી

પુર્વ કચ્છ પોલીસની જાહેર અપીલ :

આથી તમામ જનતાને શ્રી પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તરફથી જાહેર અપીલ ક૨વામાં આવે છે કે પુર્વ કચ્છ જીલ્લામાં હાલે મોટા પ્રમાણમાં ઔધૌગિક એકમો આવેલ હોય જેના કારણે જમીનોના ભાવ કરોડો રૂપિયામાં થઈ ગયેલ હોય ઉપરોક્ત ભુમાફીયા ગુનાહિત ગેંગના આરોપીઓ દ્વારા આપની કોઈ કિંમતિ સ્થાવર કે જંગમ મિલ્કતના બનાવટી દસ્તાવેજો બનાવી મિલ્કત પચાવી પાડેલ હોય તો અત્રેના અંજાર પોલીસ સ્ટેશન તથા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.