અંજાર: WRD વિભાગ ના સિંચાઈ સેવા સદન ના સ્ટાફ દ્વારા ટપ્પર ડેમથી પ્રેરિત ગણપતિ બાપા મોડલ બનાવ્યા”

અંજારમાં ટપ્પર ડેમથી પ્રેરિત ગણપતિ બાપાનું આદર્શ મોડલ તૈયાર

અંજાર સિંચાઈ સેવા સદનના સ્ટાફ દ્વારા તાજેતરમાં ટપ્પર ડેમથી પ્રેરિત ગણપતિ બાપાનું મોડલ બનાવવામાં આવ્યું છે. આ સર્જનાત્મક કાર્યાલય સંસ્કૃતિ અને ટીમ યુનિટીની ઝાંખી આપે છે. મોડલ બનાવવામાં સ્ટાફે પોતાની ફરજ સાથે-સાથે દિલથી મહેનત કરી — કોઈએ માટી લાવી, કોઈએ નકશો ઊભો કર્યો, તો કોઈએ રંગ-રોગાનનું કામ કર્યું. દરેકે પોતાનો ફાળો આપી એક સુંદર કૃતિ ઉભી કરી.

આ કામગીરીમાં અસિસ્ટન્ટ એન્જિનિયર શ્રી ચિરાગ ઓઝા તથા સમગ્ર સ્ટાફનો સમૂહિક ફાળો રહેલો છે. સૌની મહેનત અને એકતાથી તૈયાર થયેલ આ કૃતિ માત્ર સર્જનાત્મકતા નહીં પરંતુ WRD વિભાગ માટે આધ્યાત્મિકતા સાથે જોડાયેલું એક પ્રેરણાસ્ત્રોત બની રહી છે. આવો પ્રયાસ અન્ય કાર્યસ્થળો માટે પણ પ્રેરણારૂપ બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.