‘મેકઈનઈન્ડિયા’ને મજબૂત બનાવતી એક અનોખી પહેલ: ક્વોલિટી માર્ક એવોર્ડસ ૨૦૨૫ માં શ્રેષ્ઠ ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવ્યા


ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ૧૪ માં ક્વોલિટી માર્ક એવોર્ડસનો ભવ્ય સમારોહ નારાયણી હાઇટ્સ, અમદાવાદ ખાતે યોજાયો. આ ગાલા ઈવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ, અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોએ ભાગ લીધો.
આ આયોજન વિશે આયોજક હેતલઠક્કરે જણાવ્યું હતું: ક્વોલિટી માર્ક એવોર્ડસનો હેતુ એવાં લોકોને સન્માનિત કરવાનો છે, જે નફાની સાથે સાથે ઉદ્દેશ્યપૂર્ણ કાર્યમાં શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરે છે. આવાં પુરસ્કારો અન્ય ઉદ્યોગોને પણ ગુણવત્તા જાળવવાની પ્રેરણા આપે છે.”
આ વર્ષે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં ગુણવત્તા, નવીનતા, ટકાઉપણું અને વ્યાવસાયિક શ્રેષ્ઠતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૩૫થી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.
કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇબાવળિયા (જળ સંસાધન, ખાદ્ય અને નાગરિક પુરવઠો વિભાગ) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.