જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ : ૨૦૨૫-૨૬
કચ્છમાં ચાલી રહેલા કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઈ રહી છે. આ વકતૃત્વ સ્પર્ધા તા.૨૯/૦૮/૨૦૨૫ના સવારે ૮.૦૦ કલાકે ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે યોજાનારી છે. વકતૃત્વ સ્પર્ધા અંતર્ગત વિષયોની જાહેરાત ૨૪ કલાક પહેલા કરવામાં આવતી હોય છે. આ વખતના વકતૃત્વ સ્પર્ધાના વિષયો ૬થી ૧૪ વર્ષના કલાકારો માટે ‘વૃક્ષોનું જતન’, ‘મારી શાળા’, ‘માતૃપ્રેમ’, અને ‘પર્યાવરણની જાળવણી’ રહેશે. જ્યારે ૧૫થી ૨૦ વર્ષના કલાકારો માટે ‘ભારતના વૈજ્ઞાનિકો’, સ્વચ્છ ભારત: આપણી ફરજ’, ‘રાષ્ટ્ર પ્રેમ સદૈવ’ અને ‘પરીક્ષા: મારી નજરે’ એ રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી સુશ્રી દેવાંશી ગઢવી દ્વારા જણાવાયું છે.